દહેજ,
દહેજ પોલીસ દ્રારા બાતમીના આધારે રૂપિયા ૧૯,૬૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ફોરવ્હીલ કિંમત ૫૦ હજાર સાથે આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેતા બુટલેગરો માં ફફડાટ ફેલાઈ ગયો છે.
પોલીસ દ્રારા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તથા ડીવાયએસપી એન.ડી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રોહીબેશન અને જુગારની અસામાજિક પ્રવૃતિઓ ડામવા પ્રોહીબેશન ડ્રાઈવ રાખવામાં આવેલ હતી. તે દરમ્યાન દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા અને તેમની ટીમને મળેલ બાતમીને આધારે વોચ નાકાબંધી ગોઠવી હતી.
ત્યારે બાતમી વાળી એક સફેદ કલરની મારૂતિ ઓમની ગાડી નંબર જીજે-૧૬-બીબી-૬૯૪૩ આવતાં તને રોકી પૂછપરછ અને તાપસ કરતા ગાડીમાંથી ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો ૭૫૦ મી.લીની દરેક ઓફિસર બ્લ્યુની બોટલ નંગ-૬૦ જેની કિંમત રૂપિયા ૧૯,૨૦૦ તથા મારૂતિ ગાડીની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ સાથે આરોપી સુભાષ ઉર્ફે શૈલો ગોપાળ પટેલ,રહે,પટેલ ફળિયું દેત્રાલ કે જે દહેજ ગામના કાકાને આપવા જતો હોઈ તે દરમ્યાન પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ પી.એસ.આઈ એસ.એન.પાટીલ ચલાવી રહ્યા છે. દહેજ પોલીસ દ્રારા પકડાનાર આરોપી પાસેથી વિદેશી દારૂ મંગાવનાર કાકા તેમજ બીજા ઈસમોને ઝડપી પાડવાની અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"