ખેડા જિલ્લા કલેકટર કચેરી વિસ્તાજરમાં ધરણા/ઉપવાસ પર બેસવા પ્રતિબંધ

0
75

જિલ્લાઆ માહિતી કચેરી, નડિયાદ
હાલ ગુજરાત રાજયમા ઢેર ઢેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામેલ છે. ખેડા જિલ્લામાં પણ નાગરીકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાલન ખેંચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતાં દાંડી યાત્રા સાથે સંકળાયેલ મુખ્યલ રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વીસ આયોજન કરી કલેકટર કચેરીમાં તેમજ જાહેરમાર્ગ પર બાધા સર્જે છે. જેના પરીણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્યે જનતા માટે દુવિધા સર્જાય છે. જેથી ખેડા જિલ્લાણમાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપ આગોતરા પગલા ભરી ગુજરાત પોલીસ અધિનિયમ,૧૯૫૧ની કલમ અન્વુયે કે.જી.રાઠોડ, અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટ, ખેડા ને મળેલ સત્તાસની રૂઇએ તા. ૨૯/૩/૨૦૧૮ થી તા.૧૨/૪/૨૦૧૮ (બંને દિવસો સુધ્ધાં ત) ખેડા જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રે ટની કચેરી, નડિયાદ, ખેડા જિલ્લા પંચાયત કચેરી અને સરદાર ભવન ખાતે આવેલ સરકારની વિવિધ કચેરી, પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદની કચેરી તથા પોલીસ સ્ટેસશનના કમ્પાસઉન્ડવમાં તેમજ તાલુકા મામલતદારની કચેરી તથા તાલુકા પંચાયત કચેરીના કમ્પાકઉન્ડસની બહાર ૨૦૦ મીટરની ત્રિજયા હદ વિસ્તાારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ઘરણા/ભુખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસો એકત્રિત થવા કે સભા/સરધસ જેવા કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવેલ છે. અપવાદરૂપે આ હુકમ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોત્ત ર તેમજ લગ્ના અંગેના સરધસને લાગુ પડશે નહિં. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY