દહેરાદૂન,તા.૧૪
લોકસભા ચૂંટણી ૨૦૧૯ની તારીખનું એલાન થતા જ ઉત્તરાખંડના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અહેવાલ છે કે પૂર્વ સીએમ અને મેજર જનરલ બીસી ખંડૂરીનો દીકરો મનીષ ખંડૂરી કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ અહેવાલથી પૌડી સીટ પર ઉમેદવારની પસંદગીમાં ગૂંચવણ પેદા થઈ છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સુરેન્દ્ર સિંહ નેગીએ લોકસભા ચૂંટણી લડવા માટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ખંડૂરી હૈ જરૂરીનો નારો આપ્યો હતો. તેમના નામ પર ભાજપ આખા દેશમાં સારી સીટ જીતીને લાવી છે. એક સીટથી ભાજપ સરકાર બનાવવામાં ચૂકી ગઈ હતી. જેનું સૌથી મોટું કારણ હતું, જનરલ ખંડૂરીની હાર. તેમને એ ચૂંટણીમાં અન્ય કોઈએ નહિ, બલકે સુરેન્દ્ સિંહ નેગીએ હરાવ્યા હતા. પરંતુ સુરેન્દ્ર સિંહ નેગીએ મનીષ ખંડૂરીનો નામ સામે આવતા જ એલાન કર્યું કે તેઓ લોકસભા ચૂંટણી નહિ લડે. પોતાનું આખું ધ્યાન ચૂંટણી પ્રચાર કરી રહેલ પા્ટી ઉમેદવારોને જીતવવા પર લગાવશે. તેમણે દાવો પણ કર્યો કે કોંગ્રેસ પાંચેય સીટ પર જીત હાંસલ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



