દાહોદ: દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલી સરકારી સાયન્સ કોલેજ ખાતે કોલેજમા અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા ન્યાય મેળવવા માટે કોલેજ કેમ્પસમાં કરાયો હલ્લાબોલ.કોલેજના અધ્યાપકો દ્વારા વિધાર્થીઓને હેરાન કરવામાં આવતા હોવાનો વિધાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.કોલેજમા અપુરતા સ્ટાફને લઈને વારંવાર વિવાદ ચર્ચાતો હોય છે ત્યારે આ વખતે પણ વિધાર્થીઓ દ્વારા કોલેજ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.કોલેજ ખાતે ધારાસભ્ય તથા પ્રાંત ઓફીસર પણ દોડી આવ્યા હતા.મામલાને થાળે પાડવાની કોશીશ કરવામાં આવી હતી.વિધાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજના સ્ટાફ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે.અને કોઈપણ ને જાણ કરશો તો પરીક્ષામા નાપાસ કરવાની અધ્યાપકો દ્વારા ધમકી આપવામા આવે છે.
અમારી માંગણી કોલેજ દ્વારા ના સ્વિકારવામા આવે તો આવનારા સમયમાં કોલેજને તાળાબંધી કરીશુ.વિધાર્થી અનિલ ભરવાડ
કોલેજના અધ્યાપકો દ્વારા લેખીતમાં માફી નહી માંગવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશુ.વિપુલ ભુરિયા(ભીલીસ્થાન ટાઈગર સેના સોશીયલ મીડીયા પ્રભારી)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





