ફતેહાબાદ,તા.૮
હરિયાણાના ફતેહાબાદમાં ચૂંટણી સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતુ કે, ૨૩ મેના રોજ ફરી કમળ ખિલવાનુ છે તે નક્કી છે. કોંગ્રેસને તેનો ચહેરો અરિસામાં જાવા મળી જશે. તેમણે કહ્યું હતુ કે, આજે લોકોના આશીર્વાદથી દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે અને તેના કારણે જ દુનિયામાં ભારતનો ડંકો વાગી ગયો છે.૨૦૧૪ પહેલા પાકિસ્તાન આપણા જવાનો સાથે બર્બરતાપૂર્ણ વહ્યવાહ કરતુ હતુ. કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકાર માત્ર નિવેદનો આપતી હતી.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસમાં મને ગાળો આપવાની હોડ લાગી છે. આ દરમિયાન વડાપ્રધાને તે શબ્દોને પણ જણાવ્યાં જેને કોંગ્રેસે તેમના વિરૂદ્ધ ઉપયોગમાં લીધા હતા. વડાપ્રધાને ગાળો ગણાવતા કહ્યું કે એક નેતાએ મને ગંદી ગટરની પેદાશ કહી, તો બીજાએ મને ગંગુ તેલી કહ્યું. તેઓએ કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ તો મને પાગલ કુતરો પણ કહ્યો.
આતંકવાદીહુમલા થતા હતા પણ કોંગ્રેસ માત્ર નિેવદન જ આપતી હતી પણ દેશવાસીઓએ ૨૦૧૪માં બનાવેલી સરકાર બાદ હવે સેના પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને મારે છે. જે આતંકવાદી દેશને ડરાવતા હતા તે આજે ડરીને બેઠા છે.મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનુ કામ કોંગ્રેસ નહોતી કરી શકી કારણકે તેમની દાનત નહોતી અને નીતિ પણ નહોતી.
પીએમ મોદીએ કહ્યુંહતુ કે, હરિયાણના શહીદોના પરિવારો માટે કોંગ્રેસે કશુ કર્યુ નથી. આ પાર્ટી દેશ કેવી રીતે ચલાવશે. કોંગ્રેસના રાજમાં લોકોએ રડવુ જ પડ્યુ છે નથી વળતર મળ્યુ, નથી વિકાસ થયો, નથી જવાનો કે પોલીસને સન્માન મળ્યુ. હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતની જમીન હડપ કરી લેવાનો ખેલ ચાલતો હતો.જમીન હડપી લેનારાઓને ચોકીદાર કોર્ટમાં લઈ ગયો છે.આજે તેઓ જામીન માટે કોર્ટના ચક્કર કાપે છે.
પીએમ મોદીએ રોબર્ટ વાડ્રા પર વ્યંગ કરતા કહ્યું હતુ કે, ખેડૂતોની જમીન પડાવી લેનારાને જેલના દરવાજા સુધી પહોંચાડી દીધા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન અંદર પણ મોકલી દઈશ.મને તમારા આશીર્વાદની જરુર છે.દેશને જેમણે લૂંટ્યો છે તેમણે વ્યાજ સાથે હિસાબ ચુકવવો પડશે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ભારત માતા કી જય બોલવા સામે વાંધી ઊભો કરનારી કોંગ્રેસ હવે દેશદ્રોહનો કાયદો હટાવવાની વાત કહી રહી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે ટુકડ-ટુકડે ગેંગને, ભારતને જે ગાળો આપનારાને, તિરંગાનું અપમાન કરનારાઓ, નક્સલવાદીઓના સમર્થકોને ખુલી છૂટ મળે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




