દાહોદ,તા.૮
દાહોદમાં દિયરે ભાભીની હત્યા કરી નાખતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનામાં દિયરે ભાભીની આટલી નિર્દયી રીતે હત્યા કેમ કરી તે જાણી શકાયું નથી. કે પછી બન્ને વચ્ચે પ્રેમ સંબંધના કારણે દિયરે ભાભીની હત્યા કરી હોય તેવું પ્રાથમિક શંકાના આધારે નક્કી કરી શકાય તેમ છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દાહોદના લીમખેડાના પાણિયા ગામે સવારમાં કૃદરતી હાજતે ગયેલી ભાભીની હત્યા કરવા માટે દિયરે મોકોનો ફાયદો ઉઠાવીને તેના પાછળ પાછળ ખેતરમાં ગયો હતો. ત્યાં દિયરે ભાભીનું માથું દાતરડા વડે વાઢી નાખ્યું હતું. આરોપી દિયર ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
આ ઘટનાની જાણ જ્યારે ગામ લોકોને થતા ખેતરમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ આરંભી હતી.
પોલીસે મહિલાના મૃતદેહને પોતાના કબજામાં લઇને તેને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ત્યારબાદ હત્યારા દીયરને પકડવા દાહોદ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




