ચોરોએ મચાવ્યો તરખાટ, કર્યો જૈન મંદિરમાં હાથફેરો

0
6

દાહોદ,તા.૨
દાહોદના સીંગવડ તાલુકામાં ચોરોએ તરખાટ મચાવ્યો છે. રણધીંકપુરમાં જૈન મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. જેમાં ભગવાનની મૂર્તિ, સોનાચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી છે. તથા દાનપેટીમાં રહેલા અંદાજીત રૂ.૭૦ હજારની ચોરી કરી પલાયન થઇ ગયા છે. જેથી રણધીંકપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દાહોદના સીંગવડ તાલુકાના રણધીંકપુર આવેલ જૈન મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. જૈન મંદિરમા તસ્કરોએ ભગવાનની મૂર્તિ, સોના-ચાંદીના દાગીના સહિત દાન પેટીમા રહેલ રોકડ રૂપીયાની ચોરી કરી છે.
જેમાં મંદિરમાંથી શાંતીનાથ દાદા ભગવાનની ચાંદીની મૂર્તિ, ચાંદીનો ધુમંટ, ભગવાનના ગળામા પહેરાવેલી સોનાની ચેન-૨, દાનપેટીમા રહેલા અંદાજીત ૭૦ હજાર રૂપિયા જેટલી લાખોની મતાની ચોરી થઇ છે. રણધીંકપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે આરોપી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY