ઇંગ્લેન્ડે કર્યો ભારતનો વાઈટવોશ, ૩-૦થી સીરિઝ જીતી

0
5

છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડની કેટ ક્રોસે ૧ રન આપીને ૨ વિકેટ લીધી
ગુવાહાટી,તા.૯
ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે ગુહાટી સ્ટેડિયમ ખાતેની ત્રીજી ટી-૨૦ મેચ શરમજનક રીતે હારી હતી. ૧૧૯ રનનો પીછો કરતા ભારતને છેલ્લી ઓવરમાં ૩ રનની જરૂર હતી અને તેની ૬ વિકેટ હાથમાં હતી. જોકે કેટ ક્રોસે નાખેલી ૨૦મી ઓવરમાં ભારત માત્ર ૧ રન કરી શક્્યું હતું. ભારતી ફુલમાલી ૨૦મી ઓવરના પહેલા ૩ બોલ ખાલી કાઢ્યા પછી ચોથા બોલે આઉટ થઇ હતી. પાંચમા બોલે ક્રોસે અનુજા પાટીલને પણ આઉટ કરી હતી. છેલ્લા બોલે શિખા પાંડે માત્ર ૧ રન કરતા ભારત ૧ રને મેચ હાર્યું હતું. ઇંગ્લેન્ડે ૩-૦થી સીરિઝ પોતાના નામે કરી હતી.
સંક્ષિપ્ત સ્કોરઃ ઇંગ્લેન્ડ ૨૦ ઓવર ૧૧૯/૬, ભારત ૨૦ ઓવર ૧૧૮/૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY