વિદ્યાર્થીઓએ મતદારોને મતદાન કરવા પ્રેરિત કર્યા
સુરત, તા.૧૬
લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી શહેરના પાલનપુર જકાતનાકા પાસે આવેલી નવસર્જન હિન્દી વિદ્યાલય અને નવસર્જન હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિનું નાટક ભજવી અન્ય લોકોને પ્રેરિત કર્યા હતા.
વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ શેરી નાટક તેમજ ભીત સૂત્રો, અને પોસ્ટર લગાવી મતદારોને જાગૃત કર્યા હતા. સાથે સાથે શિક્ષકોએ પણ માર્ગદર્શન આપી લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો લોકો સુધી પહોચાડયો હતો.
શાળાના બાળકોએ ‘મત આપવો આપણી પવિત્ર ફરજ છે, છોડ કે અપને સારે કામ પહેલે ચલો કરે મતદાન, સાચુ મતદાર લોકશાહીનો ધબકાર, જાગો મતદાર જાગો જેવા ભીંતસૂત્રો લખ્યા હતા. ઉપરાંત શ્રમ સાધના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર જીવન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન અવશ્ય કરવા માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



