ન્યુ દિલ્હી,તા.૬
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યકક્ષાના પ્રધાન રામદાસ અઠાવલે દલિત શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાના વિરોધમાં છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ બોમ્બે હાઇકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે એક પિટિશન પર એવો ચુકાદો આપ્યો હતો કે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય મીડિયાને દલિત શબ્દનો ઉપયોગ બંધ કરવા માટે દિશાનિર્દેશ જારી કરવા પર વિચારણા કરે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયાને દલિત શબ્દનો ઉપયોગ તેમના રિપો‹ટગમાં નહીં કરવા પરિપત્ર જારી કર્યો છે. તેની સામે દલિત સમુદાયનો ઉગ્ર વિરોધ થયો છે. હાઇકોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે મીડિયા માટે એડ્વાઇઝરી જારી કરીને તેમને દલિત શબ્દનો ઉપયોગ ટાળવા અને તેના સ્થાને અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
રામદાસ અઠાવલેએ જણાવ્યું છે કે સરકારી કામકાજમાં દલિત શબ્દના સ્થાને અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ યોગ્ય છે, પરંતુ બોલચાલમાં દલિત શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. તેમણે જણાવ્યું હતું કે દલિત શબ્દ કોઇ જાતિ વિશેષ માટે નથી બનેલો, પરંતુ સમાજમાં પછાત, ગરીબો અને વંચિત વર્ગ પણ દલિત છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




