કચરાનું ટ્રેક્ટર પલટી જતા બે બાળકો દટાયા, ૧નું મોત

0
6

દમણ,તા.૪
દમણના કચીગામે ટ્રેક્ટર નીચે દબાઈ જતા એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે જ્યારે અન્ય એક બાળક ઇજાગ્રસ્ત થયુ છે જેના સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણના કચીગામમાં કચરો ભરેલું ટ્રક ડમ્પિંગ સાઈટ પર કચરો ખાલી કરવા જઈ રહ્યું હતું ત્યારે અચાનક પલટી ખાઇ જતા તેની નીતે બે બાળકો દટાઇ ગયા હતાં. ૧૪ વર્ષીય બાળકનું ટ્રેલર નીચે દબાઈ જતા મોત નિપજ્યું હતું. દમણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ત્યાં જ આ ઘટનામાં અન્ય એક બાળકને ઇજાઓ પહોંચી હતી. દમણ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે. જાકે, કચરાના ટ્રેકટરમાં બાળકોની હાજરી પર સવાલ ઘણા સસવાલો ઉભા થઇ રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY