બીયર પાછી આપવાના મુદ્દે તકરાર થતા યુવકની હત્યા કરાઈ

0
8

દમણ,તા.૨૯
સંઘપ્રદેશ દમણના છેવાડે આવેલ બામણ પૂજા વિસ્તારમાં આવેલ સંદીપ બીયરમાં એક વ્યક્તિની કરપીણ હત્યાનો બનાવ બન્યો છે. દારૂના બારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ગણતરીની મિનિટમાં જ એક વ્યક્તિનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું, જેને લઈને નાનકડા સંઘપ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની વિગતે વાત કરીએ તો બામણ પૂજાના આ સંદીપ બીયર બાર માં હાર્દિક સોરઠી નામનો એક યુવક બિયરનું ટિન લેવા આવ્યો હતો.
જાકે, બીયરનું ટીન ખરીદી પૈસા ચૂકવી તે બહાર પણ નીકળી ગયો હતો પરંતુ થોડા સમય બાદ આ યુવક હાર્દિક બીયરનું ટીન પરત કરવા બાર પર આવ્યો હતો. જોકે પરત કરતી વખતે બાર માલિક સાથે થોડી બોલાચાલી થઈ તે વખતે જ બીયરબાર મા ઊભેલા રૂપલાલ હળપતિ નામના એક વ્યક્તિએ યુવકને બી ટીન પરત કરવાના મુદ્દે ટકોર કરી હતી જોકે, આટલી જ વાત માં હાર્દિક સોરઠી નામનો યુવક છંછેડાઈ ગયો અને ટકોર કરનાર રૂપલાલ હળપતિ સાથે મારામારી કરી ને આવેશ માં આવી બારમાં પડેલ કાચનો ગ્લાસ તોડી તેને ઉઠાવી અને સીધો હળપતિના વ્યક્તિના ગળામાં ઘા કર્યો બસ આટલી જ વારમાં રૂપ લાલ હળપતિ નામનો વ્યક્તિ ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. જોકે, તેને તાત્કાલિક સારવાર માટે દમણની મરવડ હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું હતું

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY