સંઘપ્રદેશ દીવ-દમણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલની મુંબઈથી ધરપકડ

0
35

દીવ,તા.૨૦
સંઘપ્રદેશ દીવ-દમણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલની ગઈકાલે દમણ પોલીસે મુંબઈથી ધરપકડ કરતા પ્રદેશના રાજકારણમાં ખળભળાટ થઇ ગયો છે. ગંભીર આક્ષેપો સાથે ધરપકડ કરાયેલા કેતન પટેલને દમણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે દમણ પોલીસે પ્રેસ કોંફરન્સ યોજી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કેતન પટેલ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદોની માહિતી આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં દમણના ડાભેલમાં ચાલતા ઉદ્યોગો પાસેથી દર મહિને લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવવાનું રેકેટ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં દમણના ડાભેલની એક કંપનીમાંથી કોંગ્રેસના કેતન પટેલ દર મહિને લાખો રૂપિયાનો હપ્તો માંગતા હોવાની દાખલ થયેલી ફરિયાદને લઈ ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. આ મામલે કેતન પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હોમ મિનિસ્ટરીના લોગોનો દુરુપયોગ થતો હોવાનોનું જણાવ્યુ હતું. પોલીસે આ મામલે રિમાન્ડની માગ કરી હતી. આથી કોર્ટે કેતન પટેલના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY