મુંબઈ,તા.૨૦
આગેવાન કલાકાર જાડી વરુણ ધવન અને અનુષ્કા શર્માએ પોતાની રજૂઆતને આરે ઊભેલી ફિલ્મ સુઇ ધાગા મેડ ઇન ઇન્ડિયાના પ્રમોશન દરમિયાન બોલિવૂડના અન્ય કલાકારોને દસ સેકંડમાં સોયમાં દોરો પરોવી આપવાની ચેલેંજ ફેકી હતી.
અત્યાર અગાઉ આ ચેલેંજમાં સંગીતકાર અનુ મલિક, વિશાલ દાદલાની અને મોખરાના અભિનેતા અક્ષય કુમાર નિષ્ફળ નીવડયા હતા. અનુષ્કાએ સ્પષ્ટ વાત કરતાં કહ્યુ કે ખમીસમાં બટન ટાંકવું હોય તો પણ ઘણાએ ઘરમાં મહિલા સભ્યોની મદદ લેવી પડે છે. એટલે કે સોયમાં દોરો પરોવતાં પણ ઘણાને આવડતું નથી. અમે એટલેજ અમારા સહકલાકારોને ચેલેંજ ફેંકી છે કે દસ સેકંડમાં સોયમાં દોરો પરોવીને બતાવો.
રસપ્રદ વાત એ છે કે અક્ષય કુમાર જે કામ ન કરી શક્યો એ શાહરુખે ચાલાકીથી કરી બતાવ્યું. એણે મોટાં પાર્સલ બાંધવા વપરાતી મોટ્ટી સોય લઇને એમાં ઓછામાં એાછી સેકંડમાં દોરો પરોવી બતાવ્યો હતો.
એની આ ચાલાકીને બિરદાવતાં અનુષ્કાએ કહ્યું કે ભૂલ અમારી હતી કે અમે નાની મોટી સોય અંગે કોઇ ખુલાસો કર્યો નહોતો એટલે શાહરુખ આ પરીક્ષામાં પાસ થયો ગણાય. બુધવારે રાત્રે શાહરુખે સોશ્યલ મિડિયા પર પોતાની વિડિયો ક્લીપ મૂકી હતી અને લખ્યું હતું, ‘મેં ૦.૦૦૦૦૦૧ મિલિ સેકંડમાં દોરો પરોવી બતાવ્યો હતો. હું આ ચેલેંજમાં પાસ થયો છું…
વરુણ અને અનુષ્કા બંનેએ શાહરુખની ચાલાકીને બિરદાવી હતી. સુઇ ધાગા ફિલ્મ આવતા સપ્તાહે રજૂ થવા જઇ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




