રૂપિયા કમાવવાની લાલચમાં દંપતિએ દલાલના ૯ લાખ પડાવ્યા

0
117

અમદાવાદ,તા.૨૧
મોબાઈલમાં કંપનીની જાહેરાત જુઓ અને રૂપિયા કમાઓ તેવી લાલચ આપીને શહેરના એક દંપતીએ લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ દંપતીએ મોટીમોટી કંપનીઓ સાથે તેમના કોન્ટ્રાક્ટ છે અને અલગ અલગ પેકેજની લોભામણી લાલચ આપીને શહેરના એક જમીન દલાલ પાસેથી ૯.૬૮ લાખની રકમ પડાવીને ફરાર થઈ ગયા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના પાલડી વિસ્તારમાં રહેતી ભાર્ગવી શાહ અને તેના પતિ વિનય શાહે વિવિધ પેકેજ આપીને લોકોને તેમના મોબાઈલ અને કોમ્પ્યુટર પર જાહેરાત જાઈને રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. આ લાલચમાં શહેરના જમીને દલીલે એક વર્ષમાં ૯.૬૮ લાખ રૂપિયા તેમની કંપનીમાં રોકાણ કર્યુ હતું.
ફરિયાદ અનુસાર આ દંપતીએ તેમને આપેલી બાંહેધરી પૂરી કરી ન હતી. જેથી તેમણે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ દંપતીએ શરૂ કરેલી કંપનીમાં હજારો લોકો રજિસ્ટર હોવાની વાત પણ સામે આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY