ન્યુ દિલ્હી,તા.૨૬
નાની મજાકમાં હત્યા થઈ જવાના બનાવ અવાર નવાર સામે આવતા રહે છે. નવી દિલ્હીમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક ૨૦ વર્ષના ડાન્સ ઇન્સ્ટ્રક્ટરની એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન હત્યા કરી નાખવામાં આવી છે. ડાન્સ ઇન્સ્ટ્રક્ટરે શોભાયાત્રા દરમિયાન ડાન્સ કરી રહેલા એક યુવકના ડાન્સ સ્ટેપ્સની મજાક ઉડાવી હતી. જે બાદમાં યુવકે ગુસ્સામાં આવીને તેને ગોળી મારી દીધી હતી.
અવિનાશના મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે, “વાલ્મીકિ જયંતિની ઉજવણીના ભાગરૂપે તે લોકો મંદિર માર્ગ ખાતે આવેલા વાલ્મીકિ મંદિર ખાતે ડાન્સ કરી રહ્યા હતા. અવિનાશ પણ મંદિરની બાજુમાં ડાન્સ કરી રહ્યો હતો. આ સમયે તેની બાજુમાં એક અન્ય યુવક પર ડાન્સ કરી રહ્યો હતો. અજાણ્યા વ્યક્તિના ડાન્સ સ્ટેપ્સને લઈને અવિનાશે તેની મજાક ઉડાવી હતી.
મિત્રોએ વધુમાં જણાવ્યું કે, “બાદમાં અજાણ્યો વ્યક્તિ તેની બાજુમાં આવ્યો હતો અને તેને ધક્કો મારી દીધો હતો. તે ઘટનાસ્થળેથી ચાલ્યો ગયો હતો પરંતુ થોડા સમય બાદ પરત આવ્યો હતો. તેની સાથે તેના બે મિત્રો પણ હતા. તમામ લોકો ડાન્સમાં જાડાઈ ગયા હતા. થોડીવાર બાદ અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો હતો. અમે કંઈ સમજીએ તે પહેલા જ અવિનાશ રસ્તા વચ્ચે જ ઢળી પડ્યો હતો. બાદમાં તેને લોહિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ગોળી વાગવાને કારણે અવિનાશનું હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ચુક્્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



