રાહુલ ગાંધીની અટકાયત બાદ લોધી રોડ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા
ન્યુ દિલ્હી,તા.૨૬
સીબીઆઈ અને રાફેલ મુદ્દે વિરોધ પ્રદર્શન બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અટકાયત બાદ તેમને દિલ્હીના લોધી રોડ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જા કે થોડી વારમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સહિત અન્ય નેતાઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન બહાર આવીને રાહુલ ગાંધીએ વધુ એક વખત પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘સીબીઆઈ ડાયરેક્ટર સામે ગભરાટમાં લેવાયેલું આ પગલું હતું, મોદી ગમે ત્યાં ભાગે, છુપાઈ જાય પરંતુ અંતે સત્ય બહાર આવીને રહેશે.’ રાહુલ ગાંધીએ અંદાજે ૫૦ મિનિટ સુધી પોલીસ સ્ટેશનમાં સમય વિતાવ્યો હતો ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
સીબીઆઈના મુદ્દે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં દિલ્હીમાં સીબીઆઈ કચેરીને ઘેરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સીબીઆઈ હેડક્વાર્ટર સહિત દેશભરની સીબીઆઈ કચેરીઓનો ઘેરાવ કરીને મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવાની ફરજ પાડવામાં આવતા કોંગ્રેસે દેશની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટરને ઘેરવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર વાકપ્રહારો કરતા જણાવ્યું કે, પીએમે સીબીઆઈ, ઈડી અને ચૂંટણી પંચ સહિતની સંસ્થાઓનો વિનાશ નોતર્યો છે. રાહુલ ગાંધી ઉપરાંત વરિષ્ઠ નેતા અશોક ગેહલોત, મોતિલાલ વોરા, વિરપ્પા મોઈલી અને આનંદ શર્મા પણ સીબીઆઈ હેડક્વાર્ટરનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં જાડાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




