ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારના અધ્યક્ષસ્થાને મળી હતી.
જિલ્લા કલેકટરશ્રી કુમારે ડાંગ જિલ્લાની ઘણી સરકારી કચેરીઓમાં અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો મંજુરી અર્થે બાકી છે. આવા કેસોનો તાત્કાલિક નિકાલ કરી, જિલ્લા કલેકટર કચેરીને જાણ કરવા તાકીદ કરી હતી.
બેઠકમાં એ.જી.ઓડીટ પેરા, સરકારી લેણાંની વસુલાત, બાકી તુમાર, નાગરિક અધિકાર પત્ર, કર્મચારીઓના પેન્શનના કેસો, ગ્રામસભાના પ્રશ્નો, માહિતી અધિનિયમ, જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યને લગતી કામગીરીની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ડાંગ જિલ્લામાં પીવાના પાણી, વિજળી અને વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી સાથો સાથ સી.એમ.ડેસ્કબોર્ડના પ્રશ્નોની સમીક્ષા કરી તાત્કાલિક અસરથી પ્રશ્નોના નિકાલ કરવા જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓને સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી, નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.ડી.પટેલ, નાયબ વન સંરક્ષકશ્રીઓ શ્રી ત્રિવેદી, શ્રી અગ્નેશ્વર વ્યાસ, સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



