આ બેઠકમાં કપડવંજના ધારાસભ્યશ્રી કાળાભાઇ ડાભીએ કઠલાલ તાલુકના છીપીયાલમાં શાળાનું મકાન બનાવવા, કપડવંજમાં સબજેલ બનાવવા તેમજ કપડવંજ તાલુકામાં પીવાના પાણીના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેનો અધિકારીઓની ઉપસ્થિતિમાં સકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો હતો.
મહુધાના ધારાસભ્ય શ્રી ઇન્દ્રજીતસિંહ પરમારે નડિયાદ-મંજીપુરા-કમળા માઇનોર કેનાલ પરથી દબાણો દુર કરવા સહિત ગેરકાયદેસર દબાણો દુર કરવાની રજૂઆત કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદીએ સબંધિત અધિકારીઓને સત્વરે સ્થળ ચકાસણી કરી ગેરકાયદેસર દબાણો દુર કરવા સૂચનાઓ આપી હતી.
ઠાસરાના ધારાસભ્ય શ્રી કાંતિભાઇ પરમારે ડાકોર ચોકડી પર ગેરકાયદેસર દબાણો દુર કરી ટ્રાફીકની સમસ્યા હલ કરવા રજૂઆત કરી હતી. આ અંગે અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા શ્રી મોદીએ સૂચનાઓ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મોદીએ ખેડા જિલ્લામાં ગેરકાયદેસર દવાખાના ચલાવતા બોગસ ડીગ્રીધારી ડોક્ટરોની ચકાસણી કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.
જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે દરેક વિભાગના અધિકારીઓએ સતર્ક રહી પોતાની જવાબદારીઓ નિભાવવા શ્રી મોદીએ જણાવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર શ્રી રમેશ મેરજાએ ખેડા જિલ્લામાં તા.૨૪ ઓગષ્ટથી શરૂ થતાં સેવા સેતુ કેમ્પના ચોથા તબક્કાનું આયોજન ઘઢી કાઢવા પ્રાંત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.બેઠકના પ્રારંભે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપાઇજીને શ્રધ્ધાજંલિ આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિવ્ય મિશ્ર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.ડી.લાખાણી, પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




