સરકારી યોજના ના લાભ મેળવવા દર્દીઓને મદદ કરવા માટે નર્મદા માં કોઈ એન જી ઓ કાર્યરત નથી.

0
175

નર્મદા જિલ્લા ના એચ આઈ વી ગ્રસ્તો સરકારી લાભો મેળવવા ધક્કે ચઢી રહ્યા છે.

અગાઉ એક એન જી ઓ દ્વારા કામગીરી થતીી હતી એ બંધ થતા સરકારી કચેરીઓ માં અભણ દર્દીઓ જાણકારી વગર અટવાય છે

નર્મદા જિલ્લાા માં અંદાજિત 250 જેવી એચ આઈ વી ગ્ર્રસ્તો નીી સંખ્યા છે જે પૈકી મોટાભાગના ગ્રામ્ય વિસ્તાર ના અભણ અને મજુર વર્ગ ના ગરીબ હોય ત્યારે સરકાર દ્વારા ચાલતી યોજના માં એચ આઈ વી ગ્રસ્ત માટે દર મહિને તબીબી સહાય ના નામે 500 રૂપિયા આપવામાં આવે છે સાથે સાથે આ દર્દીઓ માટે અંત્યોદય કાર્ડ પણ આપવા માટે સરકારનો ખાસ પરિપત્ર બહાર પડયો છે જેનો અમુક જુના દર્દીઓ લાભ પણ લે છે

પરંતુ આ તમામ જાણકારી દર્દીઓ જાણતા ન હોવાથી અથવા કોઈ દ્વારા જાણ્યા બાદ અભણ હોવાના કારણે કચેરીઓના ધક્કા ખાય છે અંતે રોજી રોટી બગાડી ધક્કા ખાઈ કંટાળી લાભ જતો કરે છે જોકે અગાઉ એક એન જી ઓ દ્વારા તમામ સરકારી સહાય બાબતે ની જાણકારી અને એમના ફોર્મ ભરવા થી લઈ સહાય મળતા સુધીની કામગીરી એન જી ઓ ના કર્મચારી સાંભળતા હતા પરંતુ એ એન જી ઓ ની કામગીરી ઘણા સમય થી આ જિલ્લા માં બંધ થઈ જતા એચ આઈ વી ગ્રસ્ત જરૂરિયાતમંદ દર્દીઓ હાલ ધક્કે ચઢતા જોવા મળે છે ત્યારે રાજ્ય સરકાર એચ આઈ વી / એડ્સ બાબતે ઘણી યોજનાઓ અને કામગીરી ની જાહેરાતો કરે છે પરંતુ નર્મદા જેવા પછાત જિલ્લા માં હાલ આવી યોજનાઓ દર્દીઓ માટે નકામી સાબિત થઈ રહી છે એવા સંજોગોમાં અભણ ગરીબ દર્દીઓ ને મદદરૂપ થાય એ માટે કોઈ ખાસ વ્યવસ્થા ગોઠવાય એ જરૂરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY