રાજપીપળા નાગરિક સહકારી બેંકના એકાઉન્ટન્ટ અને કર્મચારીઓએ મેનેજીંગ કમિટીના ઠરાવનો અમલ ન કર્યો હોવાનો માજી ડિરેક્ટરનો આક્ષેપ

0
303

રાજપીપળા:
રાજપીપળા નાગરિક સહકારી બેંકનું વર્કર યુનિયન આ બેંક પૂરતું માન્ય નથી.બેંકના એકાઉન્ટન્ટ અને કર્મચારીઓએ ગ્રેજ્યુઇટી બાબતે બેંકની મેનેજીંગ કમિટીના ઠરાવનો અમલ કર્યો નથી સહિત અનેક આક્ષેપો બેંકના માજી ડિરેકટર વિક્રમ મલાવીયાએ લગાવી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા ચેરમેનને લેખિતમાં રજુઆત કરી છે.
રાજપીપળા ના.સ.બેંકના માજી ડિરેકટર વિક્રમ મલાવીયાએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે આ બેંકનું યુનિયન નર્મદા જિલ્લા અને આ બેંક પૂરતું માન્ય ન હોવાથી જે તે સમયે બેંકની મેનિજિંગ કમિટીએ રીટાયર્ડ કર્મચારીઓને ગ્રેજ્યુઇટી માટે 20 પગારના ઠરાવની જગ્યાએ 1 વર્ષના 15 દિવસ પગાર ગ્રેજ્યુઇટી આપવાનો ઠરાવ કરાયો હતો.તો 3-4 માસ થયા છતાં બેંકના મેનેજર અને એકાઉન્ટન્ટ તેમજ કર્મચારીઓની સહીથી નવો ઠરાવ મોકલ્યો નથી.તો જે તે કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ.અગાઉ પણ તેમની સામેની ત્રણ-ચાર કારણદર્શક નોટિસ પેન્ડિંગ છે,તો બેન્કનો એકાઉન્ટન્ટ સારી કામગીરી ન કરતો હોવાથી તેની જગ્યાએ અન્ય કર્મચારીને બેસાડવા મારી વિનંતી છે.હાલના ડિરેકટર અને જે તે સમયે બેંકના કર્મચારી મનહર માલીએ બેન્કમાંથી જ્યારે રિટાયરમેન્ટ લીધું ત્યારે રજા પગારની ગણતરીમાં બેઝિક અને મોંઘવારી ગણવાની ન હોવા છતાં તેમાં એચ.આર ગણતરી કરી ખોટી રીતે 24 હજાર રૂપિયા વધારે ચૂકવ્યા છે.જો આની વસુલાત નહિ કરાય તો તેઓ બેંકના બાકીદારની વ્યાખ્યામાં આવી જાય,અને બેન્કનો બાકીદાર ડિરેકટર ન રહી શકે.બેન્કમાંથી બરતરફ કરાયેલા મલકેશ શાહ અને જયેશ પાઠકને હાલની મેનેજીંગ કમિટી દ્વારા કોઈ પણ હુકમ વગર નોકરી પર લેવાશે તો મારે નામદાર હાઇકોર્ટમાં પી.આઈ.એલ કરવાની ફરજ પડશે એમ જણાવ્યું હતું.

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY