ખેડૂતોએ સાધનિક દસ્તાવેજે સાથે લાવવા
આહવા, તા.૧૩
ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુનિલ પટેલ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ખરીફ માર્કેટિંગ સિઝન-૨૦૧૮/૧૯ દરમિયાન એમ.એસ.પી. મુજબ ફેર એવરેજ ક્વોલિટી (એફ.એ.ક્યૂ.) અનુસાર નિયત ગુણવત્તાવાળી મગફળીની ખરીદીના રૂ.પ હજાર પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને આપવાનો સરકારે નિર્ણય લીધો છે. તા.૧લી નવેમ્બરથી ૩૦મી નવેમ્બર, ૨૦૧૮ દરમિયાન મગફળી પકવતા ખેડૂતોની ઓન લાઇન નોંધણી કરવા માટે રાજ્યના ૧૨૨ એ.પી.એમ.સી. કેન્દ્રોમાં ડાંગ જિલ્લાના વઘઇ ખાતેના એ.પી.એમ.સી.નો પણ સમાવેશ કરાયો છે. જ્યાં ૧પ નવેમ્બરથી મગફળી ખરીદીનો શુભારંભ થવા જઇ રહ્ના છે. ત્યારે ટેકાના ભાવે નિયત ગુણવત્તાવાળી મગફળીનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોને જરૂરી સાધનિક દસ્તાવેજા જેવા કે આધાર કાર્ડ, અધ્યતન ૭/૧ર અને ૮/અની નકલ, ફોર્મ નંબર ૧૨ અથવા પાક વાવ્યા અંગેનો તલાટીના સહિ સિક્કા સાથેનો દાખલો, બેંક પાસબુક, કેન્સલ ચેક વિગેરે સાથે વઘઇના એ.પી.એમ.સી. કેન્દ્ર ખાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ અનુરોધ કરાયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



