કિમમાં વેલ્ડિંગ ગોડાઉન પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0
10

બાઈક સહિતના મુદ્દામાલ સાથે બે બુટલેગરોની ધરપકડ
સુરત, તા. ૧૧
કિમ-પીપોદરા ચામુંડા વેલ્ડિંગના ગોડાઉન પાસે વગર પરમીટની ભારતીય બનાવટની વિદેશી બ્રાંડની દારૂની ૪૨૮ નંગ બોટલો કિંમત રૂ. ૭૦,૬૮૦ રોકડા રૂપિયા તથા મોટર સાઈકલ મળી કુલ્લે ૧.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કરી બે બુટલેગરોની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસની રેઈડ દરમિયાન દીપક મહારાજ નામનો આરોપી ફરાર થઈ જતા તેને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવાયો હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીપોદરા જીઆઈડીસી ચામુંડા વેલ્ડિંગના ગોડાઉનમાં કામરેજ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ ખાતે રહેતા અનિલભાઈ હરીશભાઈ વામજા તથા કાર્તિકભાઇ જમનભાઈ પટેલ વગર પાસ પરમીટની ભારતીય બનાવટની વિદેશી બ્રાન્ડની દારૂની બાટલીઓ નંગ ૪૨૮ કિંમત રૂ. ૭૦,૬૮૦, ૧ નંગમાં ફોન, ૬૨૦૦ રોકડા તથા ૩૫ હજારની મોટર સાઈકલ મળી કુલ્લે રૂ. ૧.૧૬ લાખનો મુદ્દામાલ કબજેકરી તપાસ શરૂ કરી છે. અનિલ વામજા તથા તથા કાર્તિક પટેલ નામના બે બુટલેગરોની પોલીસે ધરપકડ કરી દારૂનો જથ્થો પૂરો પાડનારા દીપક મહારાજને વોન્ટેડ જાહેર કરાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY