આહવા, તા.૧૫
ડાંગ જિલ્લા પુરવઠા અધિકારી-વ-મામલતદાર, આહવા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી તા.ર૦/૧૧/ર૦૧૮નાં રોજ સવારે ૧૧ વાગ્યે, કલેક્ટર શ્રી બી.કે.કુમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાનારી આ બેઠકમાં ડાંગ જિલ્લાના ગોડાઉનમાં ઉપલબ્ધ અનાજના જથ્થાની સમીક્ષા સાથે, નવેમ્બર-૨૦૧૮ માસ દરમિયાન રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાની સમીક્ષા, ધવલીદોડ, પીપલ્યામાળ, મોખામાળ તથા લવચાલી ખાતે ચાર્જમાં ચાલતી વાજબી ભાવની દુકાનની મંજુરી, પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર-નાની દાબદર (તા.વઘઇ)નું સ્થળ બદલવા સહિત, અધ્યક્ષ સ્થાનેથી રજુ થતા મુદૃઓની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. બેઠકમાં સંબંધિત અધિકારીઓને પૂરતી વિગતો સાથે, સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



