આહવા ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ : ર૧ યુનિટ રક્ત કરાયુ એકત્રિત

0
39

આહવાઃવિજ્ઞાને ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ હજી સુધી માનવ રક્ત બનાવવામાં આધુનિક વિજ્ઞાનને સફળતા મળી નથી. ત્યારે જરૂરિયાતમંદોને નવજીવન બક્ષતા રક્ત માટે રક્તદાતા જ એક સહારો બની રહે છે તેમ ડાંગ જિલ્લાના ન્યાયાધિશ અમીતકુમાર કાનાણીએ આહવા ખાતે સિવિલ હોસ્પિટલમાં આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. આ વેળા ડાંગના નિવાસી અધિક કલેક્ટર તેરસિંગ ડામોરે ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને અણીના સમયે જરૂરી રક્ત સમયસર મળી રહે તે માટે, જિલ્લામાંથી વધુમાં વધુ રક્તદાતાઓ તેમના રક્તનુ દાન કરે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ.રશ્મિકાંત કોકણીએ નવસારી સ્થિત રેડ ક્રોસ સોસાયટીના રક્તદાન કેન્દ્રના સહયોગથી આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન ર૧ યુનિટ રક્ત એકત્ર કરાયુ છે તેમ પૂરક વિગતો આપતા જણાવ્યું હતું. આહવાના બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાતે તાલુકા પંચાયત પ્રમુખ નરેશ ગવળી સહિત તારા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ પણ પધાર્યા હતા. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના તારા ફાઉન્ડેશન દ્વારા આહવાની સિવિલ હોસ્પિટલમાં ૦ થી ર વર્ષની વયજુથના બાળકોની દરરોજ કાન રોગની ચકાસણી કરી, જરૂર પડયે ઓપરેશન સુધીની સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. સમયે કાર્યરત આ સુવિધાનો પણ જિલ્લાના જરૂરિયાતમંદોને લેવા માટે ડૉ.કોકણીએ અનુરોધ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY