સોમવારે શહેરમાં પ્રભાતફેરી સહિત સલામત અને પોષક આહાર વિષયક જાગૃતિવર્ધક કાર્યક્રમોનું આયોજન
નડિયાદઃ એફ.એસ.એ.આઇ. દ્ધારા સલામત અને પોષક આહારની અગત્યતા અંગે દેશભરમાં જનજાગૃતિનો સંચાર કરવા છ ચરણોમાં દેશના વિવિધ વિસ્તારોને આવરીલેતા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે મુંબઇથી ગાંધીનગર વચ્ચેની સાયક્લોથોનના યાત્રીઓ આવતીકાલ તા.૦૨-૧૨-૨૦૧૮ના રોજ નડિયાદ શહેરમાં આવશે. સરકીટ હાઉસ, નડિયાદ ખાતે બપોરના ૩.૩૦ કલાકે સાંસદ દેવુંસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, ધારાસભ્યો સર્વ કેસરીસિંહ સોલંકી, અર્જુનસિંહ ચૌહાણ, કલેક્ટર સુધિર પટેલ, નોડલ ઓફિસર બી.એમ.ની ઉપસ્થિતિમાં સાયક્લીસ્ટોનું સન્માન કરવા સાથે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે.
તા.૦૩-૧૨-૧૮ને સોમવારના રોજ નડિયાદ શહેરમાં સવારે ૭.૩૦ કલાકે પ્રભાતફેરી, વાર્તાલાભો અને જનજાગૃતિ કેળવવા માટે સ્ટ્રીટ પ્રોગામ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઇપ્કોવાલા હોલ ખાતે સવારે ૮.૩૦ કલાકે વિવિધ જનજાગૃતિ વર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લોથોનની સાથે ઇટ રાઇટ સીસ્ટમ વેહીકલ અને ખોરાક પરીક્ષણ વાન પણ આવશે.
આરોગ્ય અને તંદુરસ્તી માટે સુયોગ્ય આહાર, સુપોષક આહારની વ્યાપક જનજાગૃતિ કેળવવા પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી એફ.એસ.એસ.એઆઇ. દ્ધારા ઇટ રાઇટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે છ ચરણની દેશવ્યાપી સાયક્લોથોનના સ્વરૂપે ૧૮ હજાર કિ.મી.ની સ્વસ્થ ભારતયાત્રા (સાયકલ) યોજવામાં આવી છે. તેના બીજા ચરણમાં મુંબઇથી ગાંધીનગરના સાયકલ યાત્રાનો સમાવેશ થાય છે.
ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાનનો આશય બહેતર આરોગ્ય અને કલ્યાણ માટે લોકોને સુયોગ્ય આહાર, સમપોષક અને સુપોષક આહાર તેમજ સ્વસ્થ ચર્ચા-વ્યાયામ તરફ વાળવાનો છે. સ્વસ્થ જીવનની ખાતરી માટે યોગ અને શારિરીક કવાયતોની સાથે સલામત ખોરાક, આરોગ્યપ્રદ ખોરાક અને પોષક તત્વોથી સંબધિત ખોરાકનું સેવન જરૂરી છે. શારીરિક કવાયતોની એક શ્રેષ્ઠ રીત સાયકલીંગ-સાયકલ, ચાલન એટલે આ સંદેશ આપવા માટે સયક્લોથોન યોજવામાં આવી છે.
આ સાયકલ યાત્રામાં નડિયાદથી એન.સી.સી.ના કેડેટ્સ જોડાશે જે યાત્રા તા.૦૪-૧૨-૧૮ના રોજ સવારે ૭.૩૦ કલાકે સરકીટ હાઉસ નડિયાદથી અમદાવાદ તરફ જવા રવાના થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






