ડાંગ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સને ર૦૧૮/૧૯ના વર્ષમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના લાભ મેળવવા માટે તા.૬/૮/ર૦૧૮ થી તા.૧પ/૮/ર૦૧૮ સુધી, પ્રોજેક્ટ બેઇઝ ધટક, જેવા કે કોલ્ડ સ્ટોરેજ, પ્રાઇમરી/મોબાઇલ/મિનિમલ પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ ચેઇનના ટેકનોલોજી ઇન્ડેકશન અને આધુનિકરણ, સંકલિત પેક હાઉસ, રાઇપનીંગ ચેમ્બર, કલેકશન, શોર્ટીંગ/ગ્રેડીંગ/પેકીંગ એકમ, શાકભાજી તથા મસાલા બીજ ઉત્પાદન ધટક હેઠળ હાઇબ્રીડ સીડ્સ ધટક વિગેરે માટે (www.ikhedut.gujarat.gov.in) આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. જેથી આ યોજનાઓમાં લાભ લેવા ઇચ્છતા ડાંગ જિલ્લાના લાભાર્થીઓએ નિયત સમય મર્યાદામાં અરજી કરી, જરૂરી સાધનીક કાગળો અને આધારકાર્ડ સાથે, મદદનીશ બાગાયત નિયામકની કચેરી, આહવા-ડાંગને રજુ કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે. બાગાયત કચેરીનો સંપર્ક નંબર : ૦૨૬૩૧-૨૨૧૨૭૩ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



