ડાંગ જિલ્લાના રમતવીરોને ખેલ મહાકુંભમા નામ નોંધાવવા કરાયો અનુરોધ

0
70

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, આહવા-ડાંગ દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ, ખેલ મહાકુંભ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. શાળા/ગ્રામ્યકક્ષાએથી રાજ્યકક્ષા સુધીની વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ-૨૦૧૮નું ઑનલાઇન રજીસ્ટ્રેશન તા.ર/૮/ર૦૧૮થી શરૂ થઇ ચુક્યુ છે. ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ www.khelmahakumbh.org છે. આ ઉપરાંત મોબાઇલ એપ્લિકેશનથી પણ ઑનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાય છે.

અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ તથા ઑપન એઇજ ગૃપ (સીનિયર) ગૃપમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કૉલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ કૉલેજ મારફતે પણ પોતાની ગામની શાળા/હાઇસ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામની શાળા/હાઇસ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગત વર્ષે ૩ નવી રમતો સોફટ ટેનીસ, રગ્બી ફૂટબોલ, તથા સ્પોર્ટ્‍સ ક્લાઇમીંગનો પણ સમાવેશ થતા, કુલ-૩૪ રમતોમાં ખેલાડીઓ ભાગ લઇ શકશે. ખેલ મહાકુંભ-૨૦૧૮ રમત સ્પર્ધાઓ માટેની વધુ માહિતી તથા માર્ગદર્શન માટે ડાંગ જિલ્લાના રમતવીરો મોબાઇલ નંબર ઃ ૯૯૨૪૬ ૪૪૮૭૬ ઉપર સંપર્ધ સાધી શકે છે. ખેલ મહાકુંભ માટે (૧) રજીસ્ટ્રેશનની તારીખ ઃ ર/૮/ર૦૧૮ થી ૩૧/૮/ર૦૧૮-૩૦ દિવસ, (ર) સ્પોર્ટ્સ ડે ઃ તા.૧૮/૯/ર૦૧૮, (૩) શાળા/ગ્રામ્ય કક્ષાની સ્પર્ધા ઃ તા.૧૯/૯/ર૦૧૮ થી ર૧/૯/ર૦૧૮-૪ દિવસ, (૪) તાલુકા કક્ષા/ઝોન સ્પર્ધા ઃ તા.રર/૯/ર૦૧૮ થી ર૬/૯/ર૦૧૮-પ દિવસ, (પ) જિલ્લા કક્ષા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા ઃ તા.ર૦/૧૦/ર૦૧૮ થી ૩/૧૧/ર૦૧૮ (૧પ દિવસ), અને (૬) રાજ્યકક્ષાની સ્પર્ધા ઃ તા.૧/૧ર/ર૦૧૮ થી ૩૧/૧ર/ર૦૧૮-૩૦ દિવસ નિયત કરવામાં આવી છે.

મનોજ ખેંગાર   

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY