આજે વધુ ૭૬ સ્થળો પર ગેરકાયદે સ્ટ્રક્ચરો તોડી પડાયા

0
9

ટયુશન કલાસીસ, શાળાઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ગેરકાયદે ડોમ તથા પતરાના શેડ તોડી પાડવાની સુરત મહાનગરપાલિકાની ઝૂંબેશ યથાવત
સુરત, તા.૨૯
તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર સેફટીનો કડકાઈથી અમલ કરી સીલિંગ અભિયાન શરૂ કર્યુ છે જ્યારે દરેક ઝોનલ ઓફિસર દ્વારા ગેરકાયદે સ્ટ્રકચર ગેમનું અગાસી પરથી ડીમોલિશન કરીને ફલેક્ષ બેનર હટાવવાની કામગીરી ચાલી રહી છે.
મનપા કમિશનરની સૂચનાથી આજે સતત પાંચમા દિવસે શહેરમાં વિવિધ ઝોન દ્વારા કોમર્શિયલ કોમ્પલેક્ષ, શોપિંગ મોલ, સ્કૂલો, ટયુશન કલાસીસ અનેઅગાસી ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદે ડોમ સ્ટ્રક્ચરલનું ડીમોલિશન હાથ ધર્યુ છે.
અઠવા ઝોન દ્વારા ૪ ટીમોની મદદથી ૮ સ્થળો પર ડીમોલિશન ચાલી રહ્ના છે. ઉધનામાં ૭ ટીમો ૧૦ સ્થળ, કતારગામમાં ૩ ટીમો ૧૦ સ્થળ, રાંદેરમાં ૬ ટીમો ૧૦ સ્થળ, વરાછા ઝોનએમાં ૭ ટીમો ૧૬ સ્થળો, વરાછા ઝોન બીમાં ૬ ટીમો ૭ સ્થળો, સેન્ટ્રલ ઝોનમાં ૧ ટીમ ૫ સ્થળ અને લીંબાયત ઝોનમાં ૩ ટીમ દ્વારા ૧૦ સ્થળ મળી આજે કુલ ૩૭ ટીમોની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૬ સ્થળો ઉપર ગેરકાયદે ડોમ સ્ટ્રક્ચરલનું ડીમોલિશન ચાલી રહ્નાં છે.
પાલિકાની ટીમ દ્વારા શહેરમાં દુકાનો શોપિંગ મોલમાં જાહેરાત માટે લગાવવામાં આવેલ ફલેક્ષ બેનરો પણ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર સેફટીના સાધનો ન હોય તેવી મિલકતોને નોટિસ આપવાની સાથે સીલીંગની કામગીરી કરવામાં આવી છે. ફાયર સેફટી ઉપલબ્ધ હોય તેવી સંપત્તિઓએ ફાયર વિભાગ પાસેથી એનઓસી મેળવવાની રહેશે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે. આજે એનઓસી મેળવવા માટે મુગલસરા સ્થિત ચીફ ફાયર ઓફિસ ખાતે લાંબી લાઈન જાવા મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY