જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેકટર બી.કે.કુમારના અધ્યક્ષ સ્થાને સંપન્ન રૂ. ૫૨૦ લાખના ખર્ચે તૈયાર થનાર ૨૬ યોજનાને મંજુરી

0
51

(ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૦૬ જુલાઇઃ- રાષ્ટ્રીય ગ્રામિણ પેયજળ કાર્યક્ર્મ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેકટરશ્રી બી.કે.કુમારના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભા ખંડમાં યોજાઇ હતી.

બેઠકમાં ડાંગ જિલ્લાની ૨૬ યોજનાને મંજુરી આપવામાં આવી હતી. આ યોજનાનો અંદાજિત ખર્ચ રૂ. ૫૨૦ લાખ થશે. બેઠક દરમિયાન કાર્યકારી મંજુરી મળેલ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાઓને વહિવટી બહાલી આપવા, પ્રગતિ હેઠળના ગામોની સમિક્ષા કરવા, ગત બેઠકની કાર્યવાહીને બહાલી આપવા વગેરે બાબતોની ચર્ચાઓ તથા સમિક્ષા કરવામાં આવી હતી. વાસ્મો યોજનાની કામગીરી નિયમો અનુસાર થાય અને પુરતી ગુણવત્તા જળવાય તે મુજબ કામગીરી કરવા, ગામડાઓમાં પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પાણી મળે તે બાબતને પ્રાથમિકતા આપવી અને જરૂર જણાય તો અલગ લાઇનની જોગવાઇ કરવા તેમજ પીવાના પાણીની મુશ્કેલીને ધ્યાને લઇને દરેક ગામને પાઇપલાઇન મારફત પુરતુ પાણી મળી રહે તે મુજબ આગોતરૂ આયોજન કરવા કલેકટરશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY