લોક જનશક્તિ પાર્ટીના કાર્યકરો દ્રારા ભરૂચ નગર પાલિકાના અધિકારીઓ તથા રસ્તે રખડતાં પશુઓના માલિકો વિરુધ્ધ ભરૂચ જિલ્લા સમાહર્તા ને આવેદનપત્ર પાઠવાયું

0
179

ભરૂચ:

તારીખ ૧૪/૩/૧૮ ના રોજ સાંજના ધોરણ ૧૨ ની પરીક્ષા આપી પરત આવી રહેલ વિદ્યાર્થી માહિર ખોખરને રસ્તે રખડતાં ઢોર દ્રારા અડફેટમાં લેતા રોડ પર પટકાતા સારવાર બાદ માહિરનું મોત નીપજ્યું હતું.જેને લઈને ગઈ કાલે વિપક્ષ દ્રારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.ત્યારે આજ રોજ લોક જનશક્તિ પાર્ટી ભરૂચના કાર્યકરો દ્રારા માહિરનો જે બનાવ બન્યો છે તે ભરૂચ નગર પાલિકાની બેદરકારી સામે આવી હતી.અને આ ઘટના બની એના આગલા દિવસે એક મહિલાને પણ હવામાં ફંગોળતા તેણીને ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલમાં પણ તે સારવાર હેઠળ છે. જો આ ઘટનાની નગર પાલિકાએ ગંભીરતા થી લીધી હોત તો માહિર ખોખરને પોતાનો જીવ ગુમાવવાનો વારો ના આવ્યો હતો.જેવા અક્ષેપ લોક જનશક્તિ પાર્ટીના જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીએ કર્યા હતા.મારનાર વિદ્યાર્થીના પરિવાર જનોને ભરૂચ નગર પાલિકા અથવા ગુજરાત સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી પણ માંગ સાથે નગર પાલિકાના અધિકારીઓ અને રસ્તે રખડતાં પશુઓના માલિકોના વીરૂઘ્ધ એફ.આઈ.આર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી સખત સજા કરવાની માંગણી સાથે ભરૂચ જિલ્લા સમાહર્તા સંદીપ સાંગલેને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY