મુંબઈ,તા.૧૯
ગુરુવારે ગ્લોબલ બજારોના મિશ્ર સંકેતોના પગલે ભારતીય શેરબજારો ઉપર નીચે ચાલના અંતે સાધારણ વધીને બંધ રહ્યા છે. સેન્સેક્સ ઉપર અને નીચે ૨૦૦ અંકની રેન્જ વચ્ચે વધઘટના અંતે ૨૨.૨૧ (-૦.૦૬%) પોઇન્ટ ઘટીને ૩૬,૩૫૧.૨૩ પર બંધ રહ્યો છે. નિફ્ટી ૨૩.૩૫ (-૦.૨૧%) પોઇન્ટ ઘટીને ૧૦૯૫૭.૧૦ પર બંધ આવ્યો છે.
માર્કેટમાં એફએમસીજી, એનર્જી અને પીએસયુ બેન્કો સિવાયના સેક્ટર્સમાં ઘટાડો આવ્યો હતો. એનએસઇમાં સૌથી વધુ ઘટેલા સેક્ટર્સમાં ફાર્મા ૧.૫૩ ટકા, ઇન્ફ્રા ૧.૧૦ ટકા અને આઇટી ૦.૯૭ ટકા ઘટ્યા હતા. ઉપરાંત પ્રાઇવેટ બેન્કો, મેટલ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને રીયલ્ટી પણ ૦.૫૩ ટકાથી ૦.૨૦ ટકા ઘટ્યા છે. જ્યારે એફએમસીજી ૦.૭૬ ટકા, પીએસયુ બેન્કો ૦.૫૧ ટકા અને એનર્જી ૦.૪૭ ટકા વધ્યા છે.
વિસ્તૃત બજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી રહી હતી. તેના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૦.૬૩ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧ ટકા ઘટી ગયા હતા. સ્મોલકેપ શેરોમાં ક્યુપિડ ૧૮ ટકા, ટીએમઆરવીએલ ૧૧.૩૭ ટકા, એચપીએલ ૧૦.૮૦ ટકા રેણુકા અને મધુકોન ૧૦ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સમાં ૧૮ શેરો વધીને અને ૧૩ શેરો ઘટીને બંધ રહ્યા છે. કોટક બેન્ક અને એલએન્ડટી સૌથી વધુ અનુક્રમે ૩.૭ ટકા અને ૨.૬૧ ટકા તૂટ્યા હતા. ઉપરાંત હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, એચડીએફસી, સન ફાર્મા, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસીસ અને કોલ ઈન્ડિયા પણ ૧.૨૧ ટકાથી ૦.૪૧ ટકા ઘટ્યા છે. જ્યારે વધેલા શેરોમાં વેદાંતા ૨.૨૧ ટકા અને રિલાયન્સ ૨ ટકા વધીને મોખરે રહ્યા હતા. ઉપરાંત આઇટીસી, યસ બેન્ક, ભારતી એરટેલ અદાણીપોર્ટ, એક્સિસ બેન્ક, એસબીઆઇ, એચડીએફસી બેન્ક ૧.૯૩ ટકાથી ૦.૪૪ ટકા વધ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



