દ.આફ્રિકાને ઝટકો : ફાસ્ટ બોલર નોર્ત્જે વર્લ્ડ કપમાંથી બહાર

0
42

ડરબન,તા.૭
વિશ્વ કપ પહેલા ઈજાગ્રસ્ત ખેલાડીઓથી પરેશાન દક્ષિણ આફ્રિકાને વધુ એક ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જે ઈજાને કારણે વિશ્વ કપની ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેના હાથમાં ફ્રેક્ચર છે. ૨૫ વર્ષીય નોર્ત્જે તે ૧૫ ખેલાડીઓમાં સામેલ છે, જેને દક્ષિણ આફ્રિકાએ પોતાની વિશ્વ કપની ટીમમાં સામેલ કર્યો છે. આઈસીસી વિશ્વ કપ આ મહિને ૩૦ મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. તેમાં ૧૦ ટીમો રમશે.
વિશ્વ કપમાં રમવું કોઈપણ ખેલાડીનું સપનું હોઈ શકે છે. તેવામાં એનરિક નોર્ત્જેને ‘ખરાબનસિબ’ વાળો કહેવામાં આવશે કારણ કે તે ત્રણ મહિનામાં બીજી વખત ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તેને આ પહેલા માર્ચમાં શ્રીલંકા વિરુદ્ધ સિરીઝ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. આ કારણે તે આઈપીએલમાંથી હટી ગયો હતો. ત્યારબાદ વિશ્વકપની ટીમ જાહેર થતાં પહેલા તે સ્વસ્થ થઈ ગયો અને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે ફરી બહાર થતાં તેના સ્થાને સાઉથ આફ્રિકાએ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને ટીમમાં તક આપી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY