વેસ્ટ ઈન્ડીઝના મહાન ક્રિકેટર સિમોર નર્સનું લાંબી બિમારી બાદ નિધન

0
16

જમૈકા,તા.૭
આઈસીસી વર્લ્ડ કપ-૨૦૧૯ પહેલાં ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર છે. વેસ્ટ ઈન્ડીઝના મહાન બલ્લેબાજ સિમોર નર્સનું લાંબી બિમારી બાદ નિધન થયું. સોમવાર સિમોર નર્સે અંતિમ શ્વાસ લીધા. તેમની ઉંમર ૮૫ વર્ષ હતી. નર્સ પોતાની બે દીકરીઓ સાથે બારબાડોસમાં રહેતા હતા. વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ખેલાડી ડેસમંડ હેન્સે ફેસબુક પોસ્ટ કરીને નર્સનાં નિધનની જાણકારી આપી હતી.
ડેસમંડ હેન્સે લખ્યું કે, ‘મારા કોચ, મારા ગુરુ, અમે તમામ આ વ્યકિત ને પ્રેમ કરતા હતા. અમે તેમના જેમ ચાલવા, બલ્લેબાજી કરવા અને વાત કરવાના પ્રયાસ કરતા હતા. તેઓએ અમારા માટે જે કાંઈ પણ કર્યું તેના માટે આભાર. તમારી આત્માને શાંતિ મળે’.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY