દર્દીને અડધી રાતે થપ્પડ મારી કાઢી મૂક્યો : HIV ગ્રસ્ત યુવાનને પણ માર્યો?

0
50

નવી સિવિલના ઓર્થોપેડિક વોર્ડમાં ગત રાતે રેસીડન્ટ ડોક્ટરે બે દર્દીને માર્યા હોવાના આક્ષેપ દર્દીના સંબંધીઓએ કર્યા બાદ હંગામો મચ્યો હતો. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, ભટાર ખાતે ગોકુલનગરમાં રહેતા રાજુભાઈ મોહનભાઈ જેસ્વાલ (ઉં.વ.૫૦) ગઈ તા. ૨૧ મી સવારે ભટાર રોડ પર મીલમાં નોકરીએ જતા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા ઈજા થઈ હતી. તેથી સારવાર માટે નવી સિવિલ ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ હતા. રાજુભાઈના સંબંધીએ કહ્યું કે, આજે સવારે રાજુભાઈનું ઓપરેશન કરવાના હતા. ગતરાતે વોર્ડના એક રેસીડન્ટ ડોક્ટરે તેમને તમાચા મારીને બહાર કાઢી મૂક્યા હતા. બાદમાં સવારે તેનો ભાઈ લઈને સિવિલમાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા એચઆઈવીગ્રસ્ત ૩૫ વર્ષીય યુવાન રવિવારે ગરમાં ચક્કર આવતા પડી ગયો હતો. તેમનાં જમણાં હાથમાં ઈજા થતા સારવાર માટે નવી સિવિલમાં ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કર્યો છે. યુવાનના સંબંધીએ કહ્યું કે, દર્દીએ હાથનો પાટો ચઢાવવા તબીબને કહ્યું હતું. જેથી ડોક્ટરે તેને તમાચો માર્યો હતો. ઓર્થો. વોર્ડમાં રાતે રેસીડન્ટ ડોક્ટરો વારાફરતી બે દર્દીને માર માર્યાના આરોપથી હોબાળો મચી ગયો હતો. આજે સાંજે દર્દી સાથે કેટલાક સેવાભાવી વ્યક્તિઓ આવ્યા હતા. તેમણે નવી સિવિલના આર.એમ.ઓ. ને આ અંગે રજૂઆત કરી હતી. આર.એમ.ઓ. એ ઓર્થોનાં વડા ડો. હરી મેનન, રેસીડન્ટ ડોક્ટરો તથા પોલીસ સાથે ચર્ચા કરી હતી. સિવિલનાં આર.એમ.ઓ. ડો. કેતનભાઈ નાયકે કહ્યું કે, ઓર્થોના વડા, પોલીસની હાજરીમાં રેસીડન્ટ ડોક્ટરે કહ્યું કે, રાજુભાઈનું આજે સવારે ઓપરેશન હતું. તેથી તેમના સંબંધીએ બે-ત્રણ વખત લોહી લાવવા કહ્યું હતું. પણ રાતે દર્દી સાથે કોઈ નહીં હોવાથી સૂતેલા દર્દીને ઉઠાડીને પૂછ્યું કે, લોહીની વ્યવસ્થા થઈ છે? પણ દર્દીને અવું લાગ્યું કે માર્યુ. જ્યારે એચઆઈવી ગ્રસ્ત દર્દી ગત રાતે ભારે ઉંઘમાં હતો ત્યારે તેનો હાથને તબીબે અંદર કરી જોળીમાં મૂક્યો હતો ત્યારે તે અચાનક ઉઠી ગયા હતા. ત્યારે તેને પણ એવું લાગ્યું કે ડોક્ટરે તેને માર્યુ. હકીકતમાં ડોક્ટર તેને મદદ કરવા ગયા હતા. વધુમાં તેમણે કહ્યું કે, આ અંગે વાસ્તવિકતા જાણવા માટે તપાસ કરવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY