એસ.ટી. બસના ડ્રાઇવરે ૧૦ લિટર ડીઝલ ચોરી લેતા સસ્પેન્ડ

0
65

એસ.ટી.ની ગોડધાથી બુહારીની રિટર્ન બસના અંધાત્રી બ્રીજ નજીક ચેકીંગ દરમિયાન બિસ્ત્રામાં સંતાડેલા પાંચ-પાંચ લીટર ડિઝલના બે કેરબા મળી આવતા એસ.ટી. વિભાગે ડ્રાઇવર સુખા કાનજી રાઠોડને ફરજમાંથી સસ્પેન્ડ કર્યા છે. ડ્રાઇવરે બસમાંથી ડીઝલ કાઢીને બિસ્ત્રામાં સંતાડી દીધા હતા. સુરત એસ.ટી. વિભાગના સોનગઢ કેન્દ્રના ડ્રાઇવર સુખા રાઠોડ (બેજ નં. ૧૦૧૧) ડેપોની બસ(જીજે-૧૮-વાય – ૬૧૦૨) વડીયા નાઇટ રૃટની લઇને બુહારીની રીટર્ન ટ્રીપ દરમિયાન ચેકીંગ ટીમે (અમદાવાદ, સુરત અને સોનગઢના અધિકારી) ચેકીંગ કરતા ડીઝલનો જથ્થો બે કેરબામાં મળી આવ્યો હતો. ડિઝલ કાઢીને બિસ્ત્રામાં સંતાડવામાં આવ્યો હતો. ડીઝલ ચોરીના આ બનાવ અંગે એસ.ટી. વિભાગે વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડીઝલ ચોરીની આ ઘટનાને પગલે સંસ્થાની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી હોઇ, સત્તાધીશોએ ડ્રાઇવરને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવાનો હુકમ વિભાગીય યાંત્રિક ઇજનેરે કર્યો હતો. ચેકીંગની કામગીરી સુરક્ષા અધિકારી અમદાવાદ તથા સુરત અને સોનગઢ કેન્દ્ર વ્યવસ્થાપક દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY