મ્સ્ઉ કાર ચાલકે દારુ પીને મચાવ્યો ઉત્પાત, ડઝનબંધ ગાડીઓને મારી ટક્કર

0
101

મુંબઈ,તા.૩૦
ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં શનિવારે મધરાતે રસ્તા પર એક બીએમડબલ્ય કારના ચાલકે આતંક મચાવ્યો હતો.
મુંબઈના રે રોડ અને કિડવાઈ રોડ પર પૂરઝડપે ભાગી રહેલી બીએમડબલ્યુ કારે ડઝનબંધ ગાડીઓને ટક્કર મારી હતી, કારના ચાલકે એ પછી પણ ગાડી ઉભી રાખવાની જગ્યાએ ભગાવી હતી.પોલીસે ચાર કિમી પીછો કરીને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો.
દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ કાર ચાલકને ફટકાર્યો હતો અને કારનો ડંડાઓ અને પથ્થરવડે કચ્ચરઘાણ બોલાવ્યો હતો. કારની ટક્કરથી ઘાયલ બે લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે.
પોલીસના કહેવા પ્રમાણે કાર માલિક ડ્રાઈવર મહેમૂદ આલમને કાર સોંપી એક દિવસ પહેલા જ દુબઈ ગયો છે.ડ્રાઈવરે દારુ પીને રાતે રસ્તા પર કાર ભગાવી હતી અને ઉત્પાત મચાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY