સેક્સ સીન કરવાથી કે કપડાં ઉતારવાથી ફિલ્મ હિટ ન થાયઃ સલમાન ખાન

0
202

મુંબઈ,તા.૩૦
હાલ સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ લવયાત્રીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાન પોતાના જીજાજી એટલે કે અર્પિતાના પતિ આયુષ શર્માને એક નવી મોડલ વરીના હુસૈન સાથે લોન્ચ કરી રહ્યો છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાને ફિલ્મના બોલ્ડ સીન પર વાત કરતા કહ્યું કે કપડાં ઉતારીને કે પછી સેક્સ સીન આપીને ફિલ્મ હિટ ન કરી શકીએ.
વધુમાં સલમાન ખાને કહ્યું કે હું એમ નથી કહી રહ્યો કે હું એમ નથી કહી રહ્યો કે આવા સીન બધી ફિલ્મોને મદદ ન કરી શકે, પણ તેની જરૂરત નથી હોતી અને તે વધુ સમય સુધી ટકી પણ ન શકે. સલમાને કહ્યું કે મને યાદ છે મારી પહેલી ફિલ્મમાં સૂરજે મને ભાગ્યશ્રીને બામ લગાવવાનું કહ્યું હતું. એ સીન મેં આંખ બંધ કરીને કર્યો હતો.
વધુ એક ઘટના યાદ કરતા સલમાન જણાવે છે કે અમે બધા લોકો વીસીઆર પર બેસીને ફિલ્મો જોતા હતા. અંગ્રેજી ફિલ્મ હતી અને આખો પરિવાર સાથે બેસ્યો હતો, અને કોઈ સેક્સ સીન આવતો તો બધા શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જતા. સલમાન આગળ જણાવે છે કે આવી ફિલ્મોમાં કિસિંગ સીન દરમિયાન આખો પરિવાર આમ-તેમ જોઈને કંઈપણ વાતો કરવા લાગતા હતા પણ એ બધા જ જાણતા હતા કે તેઓ એટલું અજીબ વર્તન કેમ કરી રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY