અમદાવાદ,
ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર છે. પોલીસ પણ સારી રીતે જાણે છેકે ક્યાંથી દારૂ આવે છે એ કોણ વેચાણ કરે છે. મસમોટા હપતાઓની આડમાં દારૂબંધીનો ખેલ ગુજરાતમાં વર્ષોથી ભજવાઈ રહ્યો છે. પોલીસ કડક બની ક્યારેક દરોડા પાડી કેસ કરવા પૂરતી કાર્યવાહી કરી લે છે. ગુજરાતમાં દારૂબંધીના અમલ માટે પણ પૂરતા કડક કાયદા ન હોવાથી બુટલેગરો આરામથી જામીન મેળવી લેતા હોવાથી પોલીસને પણ આ કેસમાં હવે રસ રહ્યો નથી.
દારૂબંધીના અમલ માટે સરકારે સૌ પ્રથમ તો કાયદાઓ કડક કરવાની જરૂર છે. પોલીસને મોટાભાગના હપતાઓ દારૂના બુટલેગરો મારફતે મળતા હોવાથી પોલીસ પણ આંખ આડા કાન કરે છે. આ અમે નથી કહેતા પણ તમામ જાણે છે. ગુજરાતમાં ગત રોજ પોલીસે દારૂના બુટલેગરો સામે કડક કાર્યવાહીના નામે રાજ્યના મોસ્ટવોન્ટેડ ૨૫ બુટલેગરોની યાદી જાહેર કરી છે. જેમાં રાજ્યભરના ગુનેહગારોનો સમાવેશ કરાયો છે. જેમાંથી કેટલાકને તો આપ પણ જાણતા હશો. આ દારૂના બુટલેગરો સામે રાજ્યના પોલીસ સ્ટેશનમાં અનેક કેસ નોંધાયેલા છે.
નામ કયા જિલ્લામાં દારૂ સપ્લાય કરે છે
અકબરઅલી મહેબૂબઅલી સૈયદ અમદાવાદ
હુસેન ઉર્ફે હુસેન બાટલો ધોળકાવાળા અમદાવાદ
કિશોરસિંહ ઉર્ફે કિશોર લંગડો અમદાવાદ
કાળુ રાઠોડ અમદાવાદ
ચિરાગ પંચોલી ગાંધીનગર
સુનીલ દરજી ગાંધીનગર
ભરત ઉર્ફે ભરત લંગડો ડાંગી અમદાવાદ-ગાંધીનગર
વીરસિંહ માનાજી ઠાકોર ગાંધીનગર
વિનોદ ઉર્ફે વિનોદ સિંધી વડોદરા, અમદાવાદ-ગુજરાત
પિન્ટુ જયસ્વાલ વડોદરા
ફિરોજ ફ્રૂટ સુરત
ફિરોજ નાલબંધ સુરત
પરેશ જયકિશન સુરત અને વડોદરા
બાબુલાલ શાહ સુરત અને વડોદરા
પિન્ટુ નવાપુર સુરત
નાગદાન ટાપરિયા (ગઢવી) સૌરાષ્ટ્ર
અલ્તાફ સૌરાષ્ટ્ર
બધો રબારી જૂનાગઢ
ધીરેન કારિયા જૂનાગઢ
અશોક પરમાર વડોદરા-ગોધરા
રમેશ કલાક વડોદરા-ગોધરા
કૈલાસ ઉર્ફે કૈલાસ રાઠી ગુજરાત
જાગીન્દરપાલ શર્મા ગુજરાત
દિલીપ મારવાડી વડોદરા, ગોધરા
મુપારામ ઉર્ફે મફા મારવાડી અમદાવાદ, ગાંધીનગર, ગોધરા, વડોદરા
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







