પ્રોહીબિશન ની રેડ કરાવવા ગયેલી પોલીસ પર જાનલેવા હુમલો :પાંચ રાઉન્ડ ફાયરિંગ

0
651

વડોદરા નજીક આવેલા ગણપતપુરા ગામે દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ અને બુટલેગર વચ્ચે હિંસક અથડામણ થઇ છે. ગણપતપુરા ગામમાં રેડ કરવા ગયેલી પોલીસની ટીમ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. સ્વ બચાવમાં પીએસઆઇએ પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.

વડોદરા શહેર નજીક આવેલા ગણપતપુરા ગામમાં આજે વડોદરા તાલુકા પોલીસ રેડ કરવા માટે ગઇ હતી. આ સમયે બુટલેગરોએ પોલીસ પર હુમલો કરતા હિંસક અથડામણ સર્જાઇ હતી. બુટલેગરોએ પોલીસ પર હુમલો કરતા પીએસઆઇએ પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં પિતા-પુત્રને પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા હતા. જેથી બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. પોલીસે ગામમાં કોમ્બિંગ શરૂ કર્યુ છે. અને ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ છે. તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિતેશ બી પટેલ…
9712543194

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY