ખરેખર…મોદી સરકારના કારણે અમીરો દેશ છોડી રહ્યા છે…!?

0
7

ન્યુ દિલ્હી,
દેશના અમીરોના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી ડોમિનિકા, સેંટ લૂસિયા, એંટીગુઆ, ગ્રેનાડા, સેંટ કિટ્‌સ, માલ્ટા અથવા સાઇપ્રસ સરીખી જેવી જગ્યા પર નાગરિકતા અપાવવા માટેનો ધંધો હાલ ઝડપથી વધી રહ્યો છે. આ ધંધામાં દુબઇ અને અન્ય બીજા ફાઇનેંશલ સ્ટોર્સ કામ કરી રહ્યા છે. આ કંપનીઓ ભારતના વેલ્થ મેનેજર, ટેક્સ પ્રેક્ટિશનર્સ અને વકીલોમાં ક્લાયન્ટ્‌સ શોધી રહી છે.
ઘણા માલદાર ભારતીય ટેક્સની ઓછી ચૂકવણી અને મનમાફિક વ્યાપાર માટે આ માર્ગ અપનાવે છે. એવી અનેક કંપીનીઓ છે જે ત્રણ-ચાર મહિનાની સિટિઝન્સશીપ અપાવવા માટે મદદ કરી છે. અને આ માટે તેઓ ક્લાઈન્ટ્‌સ પાસેથી એક લાખથી લઇને ૨.૪ લાખ ડાલર સુધીની વસૂલી કરે છે. દિલ્હીની સિટિઝન્સશીપ ઇન્વેસ્ટે છેલ્લા નવ વર્ષમાં હજારો લોકોને નવી સિટિઝન્સ મેળવવા સલાહ આપી છે. તેના સીઇઓ વેરોનિકા કોટડેમીએ જણાવ્યું હતું કે, ‘અમારા ૧૦ ટકા ક્લાઈન્ટ્‌સ એનઆરઆઇ અને ભારતમાં રહેતા અહીંના નાગરિકો છે. છેલ્લા ચાર વર્ષોમાં ભારતથી અહીં આવતા એÂપ્લકેશનસમાં ૪૦ ટકાનો વધારો થયો છે. અમારા ક્લાઈન્ટ્‌સ અમને આૅનલાઇન અથવા અન્ય માહિતી દ્વારા અમારો સંપર્ક કરે છે. જુલાઈ ૨૦૧૭થી ફેબ્રુઆરી ૨૦૧૮ વચ્ચે ઓલ્ટરનેટિવ સીટીઝનશિપ્સ વિશે એનઆરઆઇ અને ભારતીય નાગરિકો દ્વારા પૂછપરછમાં ૬૫ ટકા વધારો થયો છે.
તેમણે જણાવ્યું હતું કે, ‘કોઈ પણ દેશ આવા વ્યÂક્તને નાગરિકતા નથી આપતું, જે બેંક લોનનો ડિફોલ્ટર હોય અથવા જે ટેક્સ ચોરીના કેસમાં જાડાયેલો હોય.’ જા કે નાગરિકતાના અરજીને સ્વીકાર્ય બાદ, નવા દેશમાં તેમની ઇન્વેસ્ટેમેન્ટની મંજુરી અને નવા પાસપોર્ટ રજૂ કરવામાં આવ્યા બાદ તે લોકો અંગે કોઇ પણ ખુલાસો થાય તો તેમને મુશ્કેલી નથી પડતી. છેલ્લા પાંચ વર્ષોમાં ૨૦૦ પરિવારોને આ અંગે સલાહ આપેલી આર્ટન કેપિટલે જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૧૭થી આ અંગે વધુ પૂછપરછ કરવામાં આવી છે. દુબઇમાં આર્ટનની અસોસિએટ વાઇસ પ્રેઝિન્ડન્ટ લીના મોટવાનીએ કÌšં કે નોટબંધીના કારણે તેવું બની શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY