નર્મદા પોલીસ ની કડકાઈ છતાં દેવલિયામાં વડોદરા આર.આર.સેલનો સપાટો,44,100ની રોકડ સાથે 6 જુગારિયાની ધરપકડ

0
624

વૈભવી કારો,મોંઘદાટ મોબાઈલો,સાથે ખાનદાની જુગારીયા ઝડપાયા,

– 8 મોબાઈલ,2 કાર,1 બાઇક સહિત cctv અને મોબાઈલ સહિત કુલ  15,10,300નો મુદ્દામાલ જપ્ત.

તિલકવાડા તાલુકામાં હાઇવે પર આવેલ સતત ધમધમતા રહેતા દેવલિયામાં રેન્જ આઈજીપી અભય ચુડાસમાને મળેલ બાતમી આધારે આર.આર.સેલ દ્રારા જુગારધામ પર રેઇડ કરતા 6 આરોપીઓ 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,વડોદરા રેન્જના આઈજીપી અભય ચુડાસમા ને બાતમી મળી હતી કે,દેવલિયા ગામમાં અબ્દુલ વહાબ મહેરાબખાન નામનો વ્યક્તિ જુગાર ધામ ચલાવે છે.જે આધારે આર.આર.સેલને રેઇડની સૂચના આપતા psi આર.આર.બ્રહ્મભટ્ટ અને પો.કો. મુનિર ગરાસિયા સહિતની ટીમે આજે  દેવલિયા સુપર માર્કેટમાં અબ્દુલ વહાબ ખાનના મકાનમાં  રેઇડ કરતા જ અબ્દુલ વહાબ સહિત 6 વ્યક્તિઓ તીનપતી રમતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા.પોલીસે દાવ પર લાગેલા 1,750,વલણના 1700 અને અંગઝડતીના 40,650 રોકડા પણ મળી આવ્યા હતા.સાથે આરોપીઓના મોબાઈલ નંગ – 8,કિ. 16,000,ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર – 10,00,000, વેગન આર કાર,4,00,000 અને અન્ય મુદ્દામાલ કુલ રૂ.15,10,300 નો મુદ્દામાલ મળી આવ્યો છે.સાથે મકાનમાં લાગેલા cctv સહિતનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે.તો આરોપીઓ 1) અબ્દુલ વહાબ મહેરાબ ખાન,રહે- સુપર માર્કેટ,દેવલિયા.2) મોહસીન કમાલ રફી ઘોરી,રહે. નમસ્કાર સોસાયટી, તિલકવાડા 3)  મકબુલશા અહેમદશા દીવાન,રહે. દેવલિયા ચોકડી 4) જશુભાઈ સાહેબખાં ઠાકોર,રહે. પાનતલાવડી,5) મહંમદ ઝુબેર જમીયતખાન દાયમાં, રહે. દેવલિયા ચોકડી,6)  ઇમરાનખાન અહેમદખાન મલેક,રહે. પાનતલાવડીની ધરપકડ કરીને તમામને જેલ હવાલે કરીને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસર જુગારધારા હેઠળ આર.આર.સેલના કોન્સ્ટેબલ મુનિર ગરાસિયાએ ફરિયાદ દાખલ કરી છે.

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY