નવસારી જિલ્લામાં દારૂબંધીના દાવા પોકળ : ત્રણ ઘટના તેની સાક્ષી બની
યુવા ભાજપ પ્રમુખ નશામાં પકડાયો : ભાજપ સભ્યએ બુટલેગર પાસે હપ્તો માંગ્યો
નવસારી જિલ્લામાં ચુસ્ત દારૃબંધીના અમલનાં પોલીસનાં દાવાઓની ભાજપના નેતાઓ દ્વારા જ પોલ ખોલવામાં આવી રહી છે. જેના પગલે પોલીસની આબરૃ પ્રજામાં ધોવાઇ રહી છે. દારૃના અમલના દાવા પોકળ હોવાની વાતને અનુમોદન આપતી ત્રણ ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે.
નવસારી જિલ્લામાં પોલીસ ભલે દારૃબંધીના ચુસ્ત અમલની વાત કહેતી હોય અને દરરોજ હજ્જારો રૃપિયાનો વિદેશી દારૃ પકડતી હોય પરંતુ આમપ્રજા જાણે જ છે કે પોલીસના દાવા ખોટા છે. જિલ્લામાં ઠેર-ઠેર દેશી-વિદેશી દારૃ છુટથી વેચાય છે.
દર મહિને બુટલેગરો દ્વારા લાખ્ખો રૃપિયાના હપ્તાઓ- ધંધો ચાલુ રાખવા માટે અપાતા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ વાતને અનુમોદન આપતા મુખ્યત્વે ત્રણ ઘટના વિતેલા એક મહિનામાં ઓન રેકોર્ડ છે. જેમાં રાજ્ય સરકારનાં સીધા પ્રતિનિધિ ગણાતા વિધાનસભાના ઉપદંડક અને જલાલપોરનાં ધારાસભ્ય આર.સી. પટેલે જળસંગ્રહ અભિયાનનો પ્રારંભ કરતા કાર્યક્રમમાં નવસારી કલેકટર એમ.ડી. મોડીયા તેમજ ડી.એસ.પી. ગીરીશ પંડયાની હાજરીમાં કાંઠા વિસ્તારની પાણીની તકલીફનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, નવસારી જિલ્લામાં દારૃ જોઇએ તેટલો મળે છે પણ પાણી મળતું નથી.
આ વાત જાહેરમાં કહીને તેમણે સત્ય ઉજાગર કર્યું હતું. તેઓ જવાબદાર વ્યક્તિ છે. અન ેઆમને આમ કોઇ વાત કરી નહોય! આમ પોલીસ પર આડકતરો હુમલો કર્યો હતો. ત્યારબાદ હાલમાં ચાર દિવસ અગાઉ બીલીમોરા શહેર યુવા ભાજપ પ્રમુખ અમ્રીતપાલ માનને પોલીસ વાહન ચેકીંગ દરમિયાન પીધેલી હાલતમાં ડ્રાઇવીંગ કરતા ઝડપી પાડયો હતો અને તેની સામે ડ્રીંકસ એન્ડ ડ્રાઇવનો કેસ કર્યો હતો. એનો અર્થ શહેરમાં દારૃ વેચાય છે. જ્યારે નવસારી પાલિકાના ભાજપી નગરસેવક ભૂપત દૂધાત સામે પોલીસે જલાલપોરની મહિલા બુટલેગર પાસે ત્રણ પેટી સારી બ્રાંડનો વિદેશી દારૃ અને રૃ. ૮૦ હજારનો હપ્તો માંગવા સંદર્ભે થયેલી બબાલ અને મહિલા બુટલેગરની પુત્રી સાથે ગેરવર્તન કરવાનો ગુનો નોંધ્યો છે.
જલાલપોરની મહિલા બુટલેગરનો દારૃનો ધંધો ધમધોકાર ચાલે છે. જેમાં પોલીસને મોટા હપ્તા દર મહિને પહોંચે છે. અને નગરસેવકે પણ હપ્તાની માંગણી કરી હતી. ટુંકમાં જિલ્લામાં પોલીસની રહેમનજર હેઠળ ઠેર ઠેર દેશી-વિદેશી દારૃના અડ્ડા ધમધમી રહ્યાં છે. અનએ તેને ત્રણ ભાજપી નેતા-પદાધિકારીઓના કિસ્સાએ પૂરવાર કર્યું છે. ડી.એસ.પી. ગીરીશ પંડયાનાં ચુસ્ત દારૃબંધી હોવાના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







