તારાપુર નજીક ગરનાળું તૂટતાં અમૂલ દૂધનું ટેન્કર ફસાયું

0
43

તારાપુર,
તા.૨૯/૦૩/૨૦૧૮

તારાપુરના મોરજ ગામ પાસે આવેલું ગરનાળું તૂટી પડતા અમુલનું દૂધ ભરેલુ ટેન્કર નીચે ખાબક્્યું હતું. જા કે આ અકસ્માતમાં ડ્રાઈવર – કન્ડકટરનો આબાદ બચાવ થયો હતો.

તારાપુરના મોરજ ગામ પાસે આવેલું ગરનાળું ઘણાં સમયથી ખખડધજ હાલતમાં હતું. આ અંગે તંત્રમાં વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. આમછતાં આ ગરનાળાને અવરજવર માટે ચાલુ રાખવામાં આવ્યું હતું. દરમિયાન અમૂલનું ટેન્કર પસાર થતી વખતે ગરનાળું તૂટી પડ્યું હતું. ૧૩૪૦૦ લિટર દૂધ ભરેલુ ટેન્કર ગરનાળામાં ખાબક્યું હતું.

આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. હવે ટેન્કરને કેવી રીતે બહાર કાઢવું તે અંગે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY