મુંબઈ,તા.૧૦
ડી કંપનીના મુન્ના ઝિંગાડાના ભારતમાં પ્રત્યર્પણની કાનૂની લડતની કોશિશો વચ્ચે સીબીઆઇ હવે દાઉદ ગેંગના વધુ એક ગેંગસ્ટર સેમને ભારત લાવવાની તૈયારીઓ કરી રહી છે. મુંબઇ પોલીસના એક ટોચના અધિકારીએ આ અંગે સમર્થન આપતાં જણાવ્યું હતું કે સેમનું નામ મહારાષ્ટ્ર એટીએસના એ કેસમાં સામે આવ્યું હતું જેમાં થોડા મહિના પહેલાં જાગેશ્વરીમાંથી મિરઝા ફૈઝલખાન અને ગાંધીધામથી અલ્લારખ્ખા અબુ બકર મન્સૂરીને ઝડપી લેવામાં આવ્યા હતા.
દાઉદનો આ સાગરીત સેમ આ ઉપરાંત યુપી એટીએસના કેસમાં પણ વોન્ટેડ છે. આ બંને કેસમાં સેમની સાથે ફારુક દેવડીવાલા પણ સંડોવાયેલો છે. બંનેને થોડા મહિના પહેલાં દુબઇમાં પકડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ફૈઝલ અને અલ્લારખ્ખાની ભારતમાં ધરપકડ થઇ હતી.
પાછળથી પાકિસ્તાને ફારુક દેવડીવાલાને પોતાનો નાગરિક જણાવીને દુબઇ પોલીસ પાસેથી પાકિસ્તાન ડિપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ સેમને તે પાકિસ્તાન બોલાવી શકયો નહોતો. તેનું કારણ એ હતું કે ભારત સરકારે સેમનો ભારતીય પાસપોર્ટ દુબઇ પોલીસને સોંપી દીધો હતો.
ફારુકનો નકલી પાકિસ્તાની પાસપોર્ટ બનાવવામાં આવ્યો હતો. અગાઉ સેમ પણ દેવડીવાલા સાથે પાકિસ્તાન નાસી ગયાના સમાચાર હતા, પરંતુ મુંબઇની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે તે હજુ પણ દુબઇની જેલમાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




