દુષ્કર્મ કેસ : સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરાશે

0
29

અમદાવાદ,તા.૧૦
તાજેતરમાં સુરતના ડિંડોલી અને સાબરકાંઠાના હિંમતનગરના ઢુંઢર ગામે બાળકીઓ પર થયેલા બળાત્કાર મુદ્દે સ્પેશિયલ પબ્લિક પ્રોસિકિયુંટરની નિમણૂંક કરવામાં આવશે. તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે હિયરીંગમાં કેસ ચલાવીને એક મહિનામાં જ કેસનું નિવારણ આવે તે અંગે પ્રયાસ હાથ ધરાશે.
દુષ્કર્મની આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં આરોપી પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે. તેમજ આરોપીને સજા અપાવવાને લઈ ઠાકોર સમાજ દ્વારા પણ માંગણી કરવામાં આવી રહી છે. જેને પગલે રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઢુંઢરના એક અને સુરતના બે દુષ્કર્મ કેસમાં એક મહીનામાં જ સજા આપવાની માગ કરવામાં આવી હતી. તેમજ દુષ્કર્મના આરોપીને ફાંસી સુધીની સજા આપવાની માગ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY