સુરત, તા. ૨૨
મોબાઈલ ફોન એપ્લીકેશન ડાઉનલોડન કરી ક્રિકેટ મેચ ઉપર રમાતા જુગાર ઉપર ડીસીબી પોલીસે દરોડા પાડી હિરા વ્યવસાયી સાથે સંકળાયેલા બે જણાંની ધરપકડ કરી બુકી જીગર કોઠારીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ડીસીબી પોલીસે બાતમીના આધારે મહિધરપુરા મોટાબજાર નવીન સ્પોર્ટમાંથી દુકાન સામેથી આરોપી નિશિત ઉર્ફે પીન્ટુ રમેશ સંઘવી (રહે. શેત્રુંજા ટાવર,રાંદેર રોડ), મુકેશ શાંતિલાલ શાહ (રહે. અભિનંદન એપાર્ટમેન્ટ કતારગામ)ની ધરપકડ કરી ત્રણ મોબાઈલ ફોન, રોકડા રૂ. ૧.૩૦ લાખ મળી કુલ્લે રૂ. ૧,૪૩,૫૦૦ની મતા કબજે કરી હતી. જ્યારે બુકી જીગર કોઠારીને વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઅો મોબાઈલ ફોનમાં જુદી-જુદી એપ્લીકેશનો ડાઉનલોડ કરી બુકી જીગર કોઠારીને એડવાન્સમાં રૂપિયા ચૂકવી આઈડી પાસવર્ડ ઉપર શ્રીલંકા-ઈંગ્લેન્ડની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડતા હતા. ડીસીબી પોલીસે કાયદેસની કાર્યવાહી કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




