દુકાન વેચી દીધા બાદ બીજાને દુકાન વેચી ઠગાઈ કરાઈ

0
217

સુરત, તા. ૨૨
કાપોદ્રામાં રૂપિયા ૨૫ લાખમાં દુકાન વેચી કબજા રસીદ બનાવી દીધા બાદ ભાડા કરાર બનાવવાના નામે કબજા રસીદ મેળવી દુકાન બીજાને વેચલી દીધાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાઇ હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા અન્ય નારાયણ સોસાયટીમાં રહેતા બળવંત પોપટભાઈ સરપાળીયાએ આરોપી મહાવીરકુમાર મારસમલ પોખર, ભાવેશ રઘુ બારૈયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આરોપી મહાવીરકુમાર પાસેથી ફરિયાદીએ એકતા શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાન રૂપિયા ૨૫ લાખ ખરીદી હતી. જે અંગે રૂપિયા ૬ લાખનો કબજા સાથેનો વેચાણ દસ્તાવેજ નોટરીથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીએ ભાડા કરાર કરવાના બહાને ફરિયાદીની પત્ની પાસેથી દસ્તાવેજની અોરિજનલ ફાઈલ મેળવી આ દુકાન આરોપી ભાવેશ બારૈયાને બારોબાર વેચી નાખી વિશ્વાસઘાત – છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY