આઈપીએલ પર સટ્ટો રમાડતા બે ઝડપાયા, ૩.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત

0
292

વડોદરા,તા.૫
વડોદરા શહેરમાં એક વેબસાઇટનો ઉપયોગ કરી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા સટ્ટોડીયા પૈકી બે યુવાનોની પોલીસે ધરપકડ કરી છે. આ સટ્ટો ફતેગંજમાં રોયલ હબ એપાર્ટમેન્ટના ચોથા માળે હાઇએચ કાફેની ઓફિસમાં રમાતો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. કે. જે.ધડુકે જણાવ્યું હતું કે, ફતેગંજમાં રોયલ હબ એપાર્ટમેન્ટમાં હાઇએચ કાફેમાં પોલીસે માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. અને સટ્ટો રમાડતા ૨૦ વર્ષિય જૈનમ નિલય શેઠ (રહે. રાજકમલ સોસા., અકોટા) અને ૨૬ વર્ષિય વિશાલ સમીરપ્રસાદ જાષી (રહે. વ્રજવિહાર સોસા., વાસણા રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે તેઓના ૩ સાગરીત ઝુબેર યુસુફભાઇ ગરાસીયા (રહે. ભાગ્યલક્ષ્મી સોસા., પાદરા), સલમાન (રહે. આજવા રોડ, વડોદરા) અને સતિષને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટોળકી લાઇવ મેચ જાઇને મોબાઇલ પર વેબસાઇટ દ્વારા બુકીઓની મદદથી આઇ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હતા. સ્થળ પરથી પોલીસે રોકડ રૂપિયા ૮૫,૦૦૦, ૩ મોબાઇલ, એક એલ.ઇ.ડી., સેટએપ બોક્સ, એક ટુ-વ્હીલર અને એક કાર મળી કુલ રૂપિયા ૩,૯૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY