ડીઝલ કાર મોંઘી થશે,ટેક્સમાં બે ટકાના વધારાનો પ્રસ્તાવ

0
60

મુંબઈ,
તા.૨૧/૪/૨૦૧૮

ઈલેક્ટ્રીક વાહનોની માંગ વધશે!

સરકારની નવી આવક ઉભી કરવા તથા પર્યાવરણની ચિંતાના કારણે ડીઝલ કાર ઉપર બે ટકા ટેક્ષ વધારવા પ્રસ્તાવ કર્યો છે તો બીજી બાજુ વાતાવરણ વધુ પ્રદુષિત ન થાય તે માટે ઇલેકટ્રીક વાહનોમાં ટેક્ષ ઘટાડી તેના વેચાણને વેગ આપવા માંગે છે.

નવી કરપ્રણાલી જીએસટી લાગુ થયા બાદ એક જ કેટેગરી હેઠળ આવતી તમામ પેટ્રોલ અને ડીઝલ કાર ઉપર સમાન ટેકસ લાગે છે. જેમાં ટેકસનો દર એન્જનની કેપેસીટી અને કારની સાઇઝ મુજબ નકકી થાય છે. જીએસટી લાગ્યા બાદ અને ડીઝલ ઉપર પ્રસ્તાવિત વધુ ટેકસની સાથે એક વાર ફરી તમામ પ્રકારની કાર ઉપર વસુલવામાં આવતા જીએસટી રેટમાં ફેરફાર થઇ શકે છે.

એક બાજુ સરકાર ડીઝલ કાર ઉપરનો ટેકસ વધારાની વિચારણા કરી રહી છે તો બીજી બાજુ ઇલે. વ્હીકલનો ટેકસ ઘટાડવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, સરકાર દેશમાં ડીઝલ વાહનો મોંઘા કરીને વેચાણ ઘટાડવા ઇચ્છે છે જેથી પ્રદૂષણ સમસ્યા ઉકેલાય. તો ઉપરાંત કરબોજ ઘટાડીને ઇલે. વ્હીકલના વેચાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY